સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : આગમાં કાર ટોટલ લોસ થતા વિમેદારને પુરી વિમા રકમ અપાવવામાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત ફળી


SHARE





મોરબી : આગમાં કાર ટોટલ લોસ થતા વિમેદારને પુરી વિમા રકમ અપાવવામાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત ફળી

મોરબીના જેતપર (મચ્છુ) ના વતની ભાવેશભાઇ મગનભાઈ અઘારાએ પોતાની ગાડી અકસ્માતમાં વીમા કંપનીએ ઓછી રકમ આપતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ દાખલ કરતા વીમાની બાકી રકમ રૂા.૧,૨૬,૬૧૫ અને ૫૦૦૦ ખર્ચના તા.:-૧૫-૫-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યુરન્સને ચુકવવા આદેશ કરેલ છે.

કેસની વિગત એવી છે કે ભાવેશ મગનભાઈ અઘારાની કારને અકસ્માત થતાં ગાડી ટોટલ લોસ થયેલ ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યુરન્સ કાુ. એ ગ્રાહકની સહમતી વગર રૂા.૭,૪૩, ૨૪૮ તેના ખાતામાં જમા કરાવેલ પરંતુ ભાવેશભાઈની કારની કિંમત રૂા. ૮,૬૯,૮૬૩ હતી જેથી ટોટલ લોસ હોઇ ગ્રાહકને રૂા. ૧,૨૬,૬૧૫ નું નંકશાન થતાં તેમણે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરેલી ગ્રાહક અદાલતે ટોટલ લોસ હોઇ મુળ કિંમત વીમા કંપનીએ આપવી જોઇએ જેથી બાકી રહેતી રકમ રૂા. ૧,૨૬,૬૧૫ અને ૫૦૦૦ ખર્ચના તા.૧૫-૫-૨૪ થી ૬ ટકા વ્યાજથી ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યુરન્સને ચુકવવાનો આદેશ કરેલ છે.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News