સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ગુજરાત-ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખની માંગ


SHARE





ગુજરાત-ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખની માંગ

ગુજરાતમાં યુવાનો ઓનલાઈન ગેમિંગની કુટેવના લીધે પરિવાર બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સહિત ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી ગયેલ છે. અને ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસાના કારણે યુવાનો પોતાના પરિવારની બરબાદી તરફ વળી રહયા છે. આટલું જ નહીં ઘણી વખત ઓનલાઈન ગેમિંગના લીધે આત્મહત્યાના બનાવ પણ બનેલ છે અને પરિવારના માળા વિખાઈ ગયેલ છે ત્યારે જો તીનપતી કે અન્ય જુગાર રમતા પકડાય તો તેઓને પકડીને મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગાર રમાઈ રહયો છે. તેમના વિરૂધ્ધ કાર્યવાહી કેમ નહી ? રજુઆતને ધ્યાને લઈ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના યુવાનો તથા નાગરિકોના હિત માટે ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News