ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







હળવદના નવા માલણીયાદ ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતો યુવાન તેની વાડીમાં આવેલ પાણીના કૂવામાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા કૌશિકભાઈ હિંમતભાઈ ડાબી (20) નામનો યુવાન માલણીયાદ ગામની સીમમાં તેની વાડીએ પાણી ભરેલા કુવા પાસે હતો ત્યારે કોઈ કારણોસર તે કૂવામાં પડી જતા તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હસમુખભાઈ અંબારામભાઈ ડાબી (50) રહે. નવા માલણીયાદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રામદેવપીરના ઢોરા પાસે રહેતા પાયલબેન કિશનભાઇ વાઘેલા (25) નામની મહિલાને તેના પતિએ માર મારતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News