ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં


SHARE







મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ છ મહિલાઓને નાના મોટી ઈજાઓ થયો હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાની અંદર મોરબીના વનાળીયા ગામે રહેતા અમીનાબેન ગુલામહુસેન સુમારા (45), જીલુબેન તૈયાબભાઈ સુમરા (55), રૂખીબેન જગાભાઈ રાઠોડ (70), કુંવરબેન કેશવલાલ રાઠોડ (60) સારાબેન હનીફભાઈ સુમરા (56) અને મંજુલાબેન જેન્તીભાઈ રાઠોડ (40) બેઠેલા હતા દરમિયાન કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા તમામ મહિલાઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધને મારમાર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા મસરીભાઈ મેરૂભાઈ (70) નામના વૃદ્ધને મોરબીના પાવડીયારી બસ સ્ટેશન પાસે તથા વાઘપર ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News