મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

લાલબતી સમાન કિસ્સો: મોરબીમાં સગીરાએ મરજીથી શરીર સબંધ બાંધતા ગુપ્ત ભાગે ઇજા થવાથી સારવારમાં


SHARE









લાલબતી સમાન કિસ્સો: મોરબીમાં સગીરાએ મરજીથી શરીર સબંધ બાંધતા ગુપ્ત ભાગે ઇજા થવાથી સારવારમાં

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી કહી શકાય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં એક સગીરાએ પોતાની મરજીથી એક વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ તે સગીરાને ગુપ્ત ભાગે ઇજા થયો હોવાના કારણે વધુ લોહી વહી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા વર્ષોમાં સગીરા સાથે દુષ્કર્મ, દુષ્કર્મનો પ્રયાસ, છેડતી, અપહરણ, અપહરણનો પ્રયાસ વગેરે જેવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે તેવામાં મોરબી શહેરી વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીએ એક વ્યક્તિ સાથે પોતાની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારે તે સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થયેલ હતી જેથી તેને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું માટે સગીરાને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

ઝેરી દવા પી જતાં સારવારમાં

થાન તાલુકાના હીરાણા ગામના રહેવાથી બાબુભાઈ મગનભાઈ રંગપરા (36) નામના યુવાને પોતે પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

સુરજબારી પુલ પાસે એસટી બસની પાછળના ભાગમાં વાહન અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા સુલતાનભાઇ તાજમહમદભાઈ રાઉમા (35નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News