મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 27 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં ઘરમાંથી 27 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રામકુવા વાડી શેરી ત્રાજપર ખારીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 27 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 9,369 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રામકુવા વાડી શેરીમાં ત્રાજપર ખારીમાં રહેતા નિલેશભાઈ ડાભીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 27 બોટલો મળી આવી હોય પોલીસે 9,369 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી રહે. રામકુવા વાડી શેરી ત્રાજપર ખારી મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીની ત્રાજપર ચોકડી પાસે નેશનલ હાઈવે રોડ નજીકથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 562 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી નરેન્દ્ર ભગવાનસીંગ કુરમી (32) રહે. હાલ પેડક સોસાયટી વાંકાનેર મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

એક બોટલ દારૂ

હળવદ અમદાવાદ હાઈવે રોડ પર આવેલ સુપર ગામ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પ્રવીણભાઈ છગનભાઈ પોકાર (32) રહે. વિશ્વાસ-1 સોસાયટી સરા રોડ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે મહિપાલસિંહ અભેસંગ ગોહિલ રહે. સુખપર તાલુકો હળવદ વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવતા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મહિપાલસિંહ ગોહિલને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દેશી દારૂ

મોરબીના મકનસર ગામે રહેતા શખ્સનાં મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 15 લીટર દેશી દારૂ મળી આવતા 3000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય આદિ ઉર્ફે કાનો સવજીભાઈ થરેસા રહે. નવા મકનસર પોલીસ ચોકી પાછળ મોરબી વાળા સામે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી મહિલા પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા 15 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી 3,000 ની કિંમતના દારૂ સાથે મહિલા આરોપી મુસ્કાનબેન હનીફભાઈ કટિયા (25) રહેપચ્ચીસ વારીયા દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News