મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: ટંકારાના લજાઈ પાસે શ્રમિક યુવતી સાથે કૂવામાં ઝંપલાવનાર કારખાનેદારનું મોત


SHARE







પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ: ટંકારાના લજાઈ પાસે શ્રમિક યુવતી સાથે કૂવામાં ઝંપલાવનાર કારખાનેદારનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને લજાઈ નજીક કારખાનું ધારવતા યુવાનને કારખાનામાં જ કામ કરતી યુવતીની સાથે પ્રેમ સબંધ હતો જો કે, તેઓ એક થઈ શકશે નહીં તેવા ડરના લીધે બંનેએ એક સાથે હડમતીયા રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં કૂવામાં ઝંપલાવ્યું હતું ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જો કે, યુવતી પાણીમાંથી બહાર નીકળી ગયેલ હતી જેથી તેનો જીવ બચી ગયેલ છે અને આ બનાવની મૃતકના કારખાનાના ભાગીદાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા (34) નામનો યુવાન તા 28/4 ના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ સાર્થક પોલીક્લાસ કારખાનાની બાજુમાં આવેલ કૂવાના પાણીમાં ડૂબી ગયેલ હતો જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની મૃતક યુવાનના કારખાનાના ભાગીદાર કેતનભાઇ અમૃતલાલ ફેફર (37) રહે. રવાપર રોડ વૈભવ લક્ષ્મી સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ વિષે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક મહેશકુમાર મગનલાલ પાડલીયાનું લજાઈ નજીક કારખાનું આવેલ છે અને તેના કારખાનામાં કામ કરતી આદિવાસી યુવતી સાથે તેને પ્રેમ સબંધ હતો દરમ્યાન તે યુવતી ગઇકાલે સાંજે તેના કાકી સાથે ખરીદી કરવા માટે બાહર નીકળી હતી ત્યારે મૃતક યુવાન ત્યાં ગયો હતો અને ત્યાર બાદ બંને બાઇક ઉપર ત્યાંથી જતાં રહયા હતા અને બંને એક થઈ શકશે નહીં તેવા ડરના લીધે બંનેને એકીસાથે કૂવામાં ઝંપલાવ્યું હતું જો કે, મૃતક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત થયેલ છે અને યુવતી કોઈપણ રીતે કારખાનાની બહાર નીકળી ગયેલ હતી અને ત્યાર બાદ તેને નજીકના કારખાને જઈને આ ઘટનાની વાત કરી હતી જેથી મૃતક યુવાનના ભાગીદાર સહિતના લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News