મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

ટંકારામાં બે એક્ટિવા અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા થતાં સારવારમાં


SHARE







ટંકારામાં બે એક્ટિવા અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા થતાં સારવારમાં

ટંકારામાં લતીપર ચોકડી પાસેથી યુવાન એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવેલા શખ્સે અકસ્માત સર્જ્યો હતો અને તે બનાવમાં યુવાનને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જો કે, અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલકને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓટાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઇડ સોસાયટીમાં રહેતા મયંકભાઇ લલિતભાઈ ભાલોડીયા (22)એ એક્ટિવા નંબર જીજે 36 એએમ 5786 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાની લતીપર ચોકડી પાસેથી તે પોતાનું એક્ટિવા નંબર જીજે 36 8974 લઈને જઈ રહ્યો હતો દરમિયાન આરોપીએ પોતાની એક્ટિવાને રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીના એક્ટિવા સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક અનવરભાઇ સીદિકભાઇ સરર્વદી રહે. ટંકારા વાળાને માથાના ભાગે તથા શરીરે ગંભીર જાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News