મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી


SHARE





મોરબી જિલ્લા બુથથી જિલ્લા સુધી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે: બી.વી. શ્રીનિવાસજી

સંગઠન સૃજન અભિયાન આતર્ગત મોરબી જીલ્લામાં આજે AICC નાં ઓબ્ઝર્વ આવેલ છે અને મોરબીના ના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતનાઓને સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબી જિલ્લા બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહપ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને જિલ્લા તેમજ તાલુકાનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજીએ કહ્યું હતું કે, જિલ્લા અને તાલુકાનાં કોંગ્રેસના આગેવાનો અને હોદેદારોને સાંભળવામાં આવશે અને મોરબી જીલ્લામાં બુથથી લઈને જિલ્લા લેવલ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટેનું કામ કરવામાં આવશે અને કેન્દ્ર સરકારે કરપ્શન, મોંઘવારી સહિતના જે મુદાઓ છે તેને લોકો સમક્ષ મૂકીને આગામી દિવસોમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવું સંગઠન બનાવવામાં આવશે.




Latest News