મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી


SHARE







મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી

ગાંધીનગરમાં આવેલ ફોરેન્સિલ સાયન્સ લેબ કાયદાના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે ઉપયોગી છે. આ હેતુ સિધ્ધ કરવા માટે સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત  હાઇકોર્ટ પરિસર તથા ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની મુલાકાત પણ લીધી હતી અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) માં જુદાજુદા વિભાગો આવેલ છે તેની પણ મુલાકાત લીધી હતી. તે દરમિયાન વિભાગના તજજ્ઞ દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ રસપૂર્વક માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાતમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસવાડીયા તેમજ સ્ટાફ મિત્રો સાથે જોડાયા હતા.






Latest News