મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા-વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાં ભાજપના નવા પ્રમુખ જાહેર કરાયા


SHARE







મોરબી જિલ્લાના ટંકારા-વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેરમાં ભાજપના નવા પ્રમુખ જાહેર કરાયા

મોરબી જિલ્લાના જુદા જુદા મંડલોમાંથી ટંકારા અને વાંકાનેર તાલુકા તથા વાંકાનેર શહેરના પ્રમુખની વરણી અગાઉ કરવામાં આવી ન હતી જોકે, ગુજરાત પ્રદેશમાંથી હવે બંને તાલુકા અને શહેર માટે થઈને પ્રમુખની વરણી કરવામાં આવી છે જેના નામ જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં આવતા કુલ નવ મંડલો પૈકી છ મંડલોના પ્રમુખની ભાજપ દ્વારા અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી જો કે, ત્યારે ટંકારા તાલુકો, વાંકાનેર તાલુકો અને વાંકાનેર શહેરના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા જેથી જે તે સમયે મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય મંડના પ્રમુખ જાહેર કરવામાં આવશે તેવું ચર્ચા રહ્યું હતું દરમિયાન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટિયાની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત ટંકારા તાલુકાના પ્રમુખ પદે દિનેશભાઈ ગોવિંદભાઈ ગડારા, વાંકાનેર તાલુકાના પ્રમુખ પદે ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પદે દીપકભાઈ શામજીભાઈ પટેલની વરણી કરવામાં આવેલ છે જેને સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ છે






Latest News