મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં દારૂની ચાર રેડ: 202 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબી તાલુકા અને વાંકાનેર શહેરમાં દારૂની ચાર રેડ: 202 બોટલ દારૂ સાથે ચાર પકડાયા, એકની શોધખોળ

મોરબી તાલુકાનાં બાદનપર અને લીલાપર તેમજ વાંકાનેર શહેરમાં દારૂની જુદીજુદી ચાર રેડ કરી હતી જેમાં દારૂની નાની મોટી કુલ મળીને 202 બોટલો પોલીસે કબ્જે કરેલ છે અને કુલ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જો કે, એક આરોપીને પકડવાનો બાકી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બાદનપર ગામ નજીક મોરિયા સીમમાં મૂળજીભાઈ નાનજીભાઈ ના ખેતર પાસે આવેલ વોકળામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને મોટી 34 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 23,324 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિમલભાઈ મૂળજીભાઈ જાદવ (40) રહે. આશાપુરા પાર્ક વાવડી રોડ મોરબી મૂળ રહે. બાદપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસેથી પસાર થયેલા શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની 132 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 11,616 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ તુલસીભાઈ રાઠોડ (21) રહે લીલાપર મોરબી તથા અમિતભાઈ જગદીશભાઈ પરમાર (23) રહે. ગોકુલ રેસીડેન્સી લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલા શખ્સે રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2590 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ચિરાગભાઈ ભરતભાઈ મકવાણા (23) રહે. ત્રાજપર ખારી મયુર સોસાયટી પાસે ઓરિએન્ટલ બેંકવાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના ચંદ્રપુર પાસે વતન હોટલ નજીક સોવારીયામાં સમીરભાઈ સિપાહીના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 35 બોટલો મળી આવતા પોલીસે 5000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો જેથી સમીરભાઈ અબ્દુલભાઈ સિપાહી રહે. સોવારીયા માર્કેટ યાર્ડ બસ સ્ટેશન પાછળ વાંકાનેર વાળાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News