મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોની આકારણી કરવા સર્વે શરૂ


SHARE











ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોની આકારણી કરવા સર્વે શરૂ

ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોની આકારણી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને સર્વે માટે આવતી ટીમને માલિકીના પુરાવા અને પુરતો સહયોગ આપવા ટંકારાના ચિફ ઓફિસરે અનુરોધ કર્યો છે.

ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક  બિનરહેણાંક સાથે ખુલ્લા પ્લોટ સહિતની તમામ મિલકતોની નવીન એરિયાબેઝ આકારણી અને ઓનલાઈન GEO TAGGING GIS ID મુજબની ડિજીટલ કામગીરી પાલિકા દ્રારા નિયુક્ત એજન્સી કેપિટલ સોલ્યુશન પોઈન્ટ પ્રા.લી.ના કર્મચારી દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે, આ આકારણીથી એક નવો ટેનામેન્ટ નંબર જનરેટ કરી વોર્ડ વાઈઝ સિકવન્સ પ્રોપર્ટી લાઈવ લોકેશન તેમજ મિલકતોને લાગું પડતાં ડોક્યુમેન્ટનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરીને નવી આકાસણી કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ હોય તો ટકારા શહેરની જાહેર જાણતાને જાણ કરવામાં આવે કે, આ સર્વે કામગીરીમાં જરૂરિયાત મુજબના ડૉક્યુમેન્ટ જેવાકે દસ્તાવેજોની ઝેરોક્ષ વેરા પહોચ જુના લેખ જુની આકારણી લાઈટ બિલ આધારકાર્ડ રાશનકાર્ડ મોબાઇલ નંબર મંજુર પ્લાન 2/8 નંબર નકલ ભાડા કરાર સહિત પ્રોપર્ટી લગત જે પુરાવા હોય તે આપીને સર્વેયર ભાઈઓને સહયોગ આપવા તંત્ર એ અપીલ કરી છે. જો આપને કોઈ પશ્ર્ન કે સવાલ હોય તો નગર પાલિકા ટંકારા ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે. 






Latest News