મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં આવેલ વાડીએ હલરથી કામ કરી રહ્યા હતા દરમિયાન શ્રમિક યુવાન હલરમાં આવી જતા તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં કાનજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરેયા (20) નામનો યુવાન વાડીએ હતો અને ત્યારે ગઈકાલે સાંજના સમયે વાડીમાં હલરથી કામ કરતા હતા દરમિયાન કોઈ કારણોસર તે યુવાન હલમાં આવી ગયો હતો જેથી તે યુવાનને ગંભીર જાઓ થઇ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.આર.ગોગરા ચલાવી રહ્યા છે






Latest News