વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં ઘરમાંથી 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડના મકાનનું કામ ચાલુ હોય તેમણે પોતાના ઘરની સામેના ભાગમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં પોતાનો માલ સામાન રાખ્યો હતો. જોકે ભાડે રાખેલ મકાનના માલિકને પણ તેનું મકાન તોડીને નવું બનાવવું હતું જેથી કરીને તેમણે મકાન ખાલી કરવા કહ્યું હતું જેથી મોટાભાગનો માલ સામાન આધેડે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કરી દીધો હતો જો કે, કિંમતી મુદામાલ અને રોકડ રૂપિયા જે મકાન ભાડે રાખ્યું હતું ત્યાં રાખ્યો હતો અને આ મકાન જ્યારે ખાલી કરીને પાડવાનું શરૂ કર્યું હતું ત્યારે ત્યાં રોકડા રૂપિયા 3.20 લાખ તથા 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના ત્યાં પડ્યા હતા જેની ચોરી થયેલ છે જેથી કરીને 13,40,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પીપળીયાના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સત્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ હાઉસિંગ બોર્ડમાં પોતાના મકાનનું નવેસરથી બાંધકામ કર્યું હોય તેના ઘરની સામેના ભાગમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાનના માલિકને પણ તેનું મકાન પાડીને નવેસરથી બનાવવું હોય તેણે મકાન ખાલી કરવા માટે આધેડને કહ્યું હતું જેથી કરીને હસમુખભાઈ કોઠીયાના મકાનનું 100 ટકા કામ પૂર્ણ થયું ન હતું તેમ છતાં પણ કેટલોક માલસામાન તેમણે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કર્યો હતો પરંતુ રોકડા રૂપિયા અને દાગીના જે હતા તે ભાડે રાખેલા મકાનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મકાન ખાલી કર્યો ત્યારે આ કિંમતી માલ સામાન ત્યાંથી લીધેલ ન હતો દરમિયાન મકાન પાડવા માટે આવેલા લોકો દ્વારા મકાન પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ગત તા. 26/2 ના સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈએ 3.20 લાખ રોકડા તથા 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 10,20 લાખ રૂપિયા આમ કુલ મળીને 13.40 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ સી.એસ.સોંદરવા ચલાવી રહ્યા છે.




Latest News