સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સની ધરપકડ


SHARE





ટંકારામાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સની ધરપકડ

ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનનો મોબાઈલ ફોન ચોરી કરવામાં આવેલ હતો જેથી કરીને યુવાનના ભાઈ અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ફોનની ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ચોરાઉ મોબાઈલ ફોન સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા તાલુકાના સાવડી ગામે જયનગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (22) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, લતીપર ચોકડી પાસે ભરતી શનિવારી બજારમાં તેનો નાનો ભાઈ જયેશ ગયો હતો ત્યારે તેનો રેડમી કંપનીનો 8500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લેવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપરથી નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને જઈ રહેલા અશ્વિનભાઈ મગનભાઇ મકવાણા (36) રહે. હાલ રાજકોટ વાળાને રોકીને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને મોબાઈલ ગુજરી બજારમાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 




Latest News