વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જીઆરડીમાં કામ કરતી મહિલાના ભાઈએ જીઆરડીના માનદ અધિકારીને આપી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં જીઆરડીમાં કામ કરતી મહિલાના ભાઈએ જીઆરડીના માનદ અધિકારીને આપી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાં જીઆરડીના માનદ અધિકારી તરીકે ફરજ બજવતા યુવાને જીઆરડીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલા ફરજ ઉપર હાજર ન હોય ગેરહાજરી મુકતા મહિલા કર્મચારીના ભાઈએ યુવાનને ફોન કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સૂરજબાગની પાછળ આવેલ અંબિકા રોડ પર રહેતા વિપુલભાઈ રમેશભાઈ ગણેશિયા (32)હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સજુભા દિલુભા રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબી જિલ્લામાં જીઆરડી વિભાગમાં જિલ્લાના માનદ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને સજુભા દિલુભા રાઠોડની બહેન રીટાબેન જીઆરડી વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને તે ફરજ પર ન આવતા ગેરહાજરી મુકતા સજુભા રાઠોડે તેની બહેન રીટાબેનના ફોનમાંથી ફરિયાદી યુવાનને ફોન કર્યો હતો અને ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ જીઆરડી વિભાગના માનદ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News