મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સરદારબાગ પાસેથી બાઈક ચોરી કરનારની ગણતરીના કલાકોમાં ધરપકડ


SHARE











મોરબીના સરદારબાગ પાસેથી બાઈક ચોરી કરનારની ગણતરીના કલાકોમાં ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ સામેથી બાઇકની ચોરી થવા પામી હતી.જેથી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ શરૂ કરીને ગણતરીના કલાકોમાં ચોરાઉ બાઇક સાથે વૃદ્ધની ધરપકડ કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિન આશકઅલી જીવાણી ખોજા (૩૫) રહે.મનુપાર્ક ફિદાઇપાર્ક પાસે શનાળા-કંડલા બાયપાસ મોરબી વાળાએ પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક અબ્દુલભાઇ ચાનીયા સંધિ (૬૦) રહે.મોરબી કાલિકા પ્લોટ વિસ્તાર સતવારા બોર્ડિંગ પાછળ વાળા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૧૪-૨ ના તેઓએ સવારે ૭:૩૦ વાગ્યે તેઓનું બજાજ પ્લેટીના બાઈક નંબર જીજે ૩૬ એડી ૯૦૬૮ સરદારબાગ પાસે પાર્ક કર્યું હતું.દરમ્યાનમાં રૂા.૫૦,૦૦૦ ના કિંમતનું ઉપરોક્ત નંબરનું બાઇક ચોરી થયુ હતુ.જે અંગે નોંધાયેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એ.ગઢવી તથા સ્ટાફ તપાસમાં હતો તે દરમિયાન સ્ટાફના રાજદીપસિંહ રાણા, હિતેશભાઈ ચાવડા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને નેત્રમના કેમેરાઓ તથા બાતમીદારો વડે માહિતી મળી હતી.જેના આધારે ચોરાઉ બાઈક સાથે ઈસમ આલાપ રોડના નાલા નજીક હોવાની વાત મળતા ત્યાં પહોંચીને સ્થળ ઉપરથી ઉપરોક્ત નંબરના ચોરાઉ બાઈક સાથે મુસ્તાક અબ્દુલભાઈ ચાનીયા (૬૦) રહે.મોરબી કાલિકા પ્લોટ વિસ્તાર સતવારા બોર્ડિંગ પાછળની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર હડફેટે ઈજા થતાં મનોજ જેરામભાઈ પાડલીયા (૩૫) રહે.સત્કાર રેસિડેન્સી કંડલા બાયપાસ અને રવિ રાજેશભાઈ વિરાણી (૨૦) રહે.સોખડા ગામના પાટીયા નજીક વાળાઓને અકસ્માતે ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન કડિયાએ આ બાબતે આગળની તપાસ કરી હતી.જ્યારે સોખડા ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં રહેતા ભાવિક લીલાભા પિઠીયા નામના ૩૧ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના ધરમપુર ગામે ટીંબડી જતા રસ્તે રહેતા પ્રદીપભાઈ મનજીભાઈ કુંવરિયા નામનો ૩૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે અજાણી કારના ચાલકે તેને ધરમપુરના સ્મશાન પાસે હડફેટે લેતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીની શનાળા-રાજપર ચોકડી પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલ પ્રતાપભાઈ ભીખાભાઈ (ઉંમર ૪૦) રહે.સોનપરા ગીર ગઢડા જી.ગીર સોમનાથને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News