મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીની લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બે બાળ શ્રમિકોને કામે રાખનાર હોટલ માલિક સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે લડુગોપાલ રેસ્ટોરન્ટ આવે છે જેમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જેથી સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બે બાળ શ્રમિક ત્યાંથી મળી આવતા હાલમાં હોટલના માલિક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી આસપાસમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોય તેવું અગાઉ પણ જુદી જુદી જગ્યાએથી સામે આવ્યું છે તેવામાં મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ લડુગોપાલ રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા છે તેવી હકીકત મળી હતી જેના આધારે સરકારી શ્રમ અધિકારી દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી કામ કરતા બે બાળ શ્રમિક મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં સરકારી શ્રમ અધિકારી એમ.પી.જોશી (28) દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ નારણભાઈ કોઠારી (54) રહે. 44- સત્કાર બંગ્લોઝ ટોયાટો શો રૂમ પાસે નાના ચિલોડા અમદાવાદ હાલ રહે. મોરબી વાળા સામે બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન)- 1986 (સને-2016 માં સુધાર્યા અનુસાર) એક્ટ, ની કલમ 3 (એ) તથા 14 હુકમ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News