મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવ દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE











મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવ દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબીમાં શ્રી ગંગાસ્વરૂપ સહાય સમિતિલાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીપીજી પટેલ કોલેજ અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નવમો સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવેલ હતો.

મોરબીના રણછોડનગરમાં આવેલ સાંઈ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. હાલ સુધીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૯૫ દીકરીઓને વિદાય આપવામાં આવી છે. આ વખતે નવ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિધવા બહેનોની દીકરીઓ તથા ગરીબ પરિવારની દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. દરેક દીકરીઓને કરિયાવરની અંદરમાં ૬૮ જાતની વસ્તુઓ આપવામાં આવેલ હતી સોના ચાંદીની વસ્તુઓ પણ આપવામાં આવેલ હતી.

સમ્રાટ જવેલર્સ વાળા કિશોરભાઈ રાણપરા તરફથી મોટો સહયોગ આપવામાં આવેલ હતો. સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે દેવકરણભાઈ આદરોજાચંદ્રકાંતભાઈ દફ્તરીટી.સી. ફૂલતરીયારણછોડભાઈ કૈલારમેશભાઈ રૂપાલારણછોડરાયજી મંદિરના મહંત બાબુભાઈવિનુભાઈ ભટ્ટબાલુભાઈ કડીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. સમૂહ લગ્નમાં દીકરીઓને તૈયાર કરવા માટે ઉમિયા બ્યુટી પાર્લર વાળા ઉમાબેન સોમૈયા તરફથી ફ્રી સેવા આપવામાં આવેલ હતી.

આ સમૂહલગ્નનો લાભ લેનાર દીકરીઓને બ્યુટી પાર્લરના ક્લાસ ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવશે તથા બ્યુટી પાર્લરની કીટ ફ્રી માં આપવામાં આવશે. તે રીતે જ લાભાર્થી દીકરીઓને સીવણ ક્લાસફ્રી કરાવી આપવામાં આવશે તથા સિલાઈનું મશીન ફ્રી માં આપવામાં આવશે.બ્યુટી પાર્લર અને સીવણ ક્ષેત્રે અનુભવ થવાથી દીકરી જાતે પગભર થવા માટે  રોજીરોટી મેળવી શકે તે હેતુ થી આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે.






Latest News