મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 108 બોટલ દારૂ ઝડપાયો, 3.75 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાંથી 108 બોટલ દારૂ ઝડપાયો, 3.75 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 108 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 3,75,186 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા શખ્સના ઘર પાસે પાર્ક કરેલ કાર નંબર જીજે 01 આરસી 8732 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 108 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 75,186 ની કિંમત દારૂની બોટલો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3,75,186 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, આરોપી રાજદીપસિંહ દવેરા રહે. મધુવન સોસાયટી વાળો હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ચાર બોટલ દારૂ

મોરબીમાં બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2248 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સલમાન ઈબ્રાહીમભાઇ પઠાણ (28) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News