અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન


SHARE





મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયારે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શ્રોતાઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું તા 8 થી 14 સુધી આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી કથા ચાલશે અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને કથા દરમ્યાન જુદાજુદા ધાર્મિક પ્રસંગોને પણ ઉજવવામાં આવશે. અને કથાના આયોજકોએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે. અને વધુમાં વધુ લોકોને કથાનો લાભ લેવા મતયે આયોજકોએ અનુરોધ કરેલ છે.

શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીમાં સતધામ પરિવાર દ્વારા તા. 9થી 15 સુધી રાતે 8:30 થી 11:00 વાગ્યા સુધી રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે. આ તકે સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, મહંત દામજીભગત, ભાણદેવજી મહારાજ વિગેરે હાજર રહેશે. અને આ કથાની પોથીયાત્રા તા 9 ના રોજ સાંજે 7:30 વાગ્યે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન હરિવિલા ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસેથી નીકળશે. આ કથામાં શિવ પ્રાગટય, શંકર-પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News