સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ


SHARE





ટંકારાના સજનપર ગામે દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રહીને માતાને ધક્કો મારીને રસ્તા ઉપર પડી દઈને લતા મારી: ત્રણ સામે ફરિયાદ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વૃદ્ધા તેમની હુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન ઉપર પાડી દીધા હતા અને લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રુક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (71)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજીભાઈ લીંબાભાઇ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણેય સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ હરજીભાઈ બરાસરા સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખારાખીને ફરિયાદી તથા તેમના વહુ ગામમાં આવેલ મંદિરે જઈ રહ્યા હતા દરમિયાન હરજીભાઈ બરાસરા ગાળો બોલતા હતા જેથી કરીને ફરિયાદી વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી વૃદ્ધાને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધા હતા અને ત્યારબાદ લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ અશોકભાઈ બરાસરા અને વિવેકભાઈ બરાસરાએ ફરિયાદીના ઘર પાસે આવીને બધાને ગાળો આપીને જોઈ લેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News