ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યુરો સર્જરીમાં ૭૯ વર્ષના દર્દીનું ડાબી કિડનીમાં પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું


SHARE











મોરબી આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યુરો સર્જરીમાં ૭૯ વર્ષના દર્દીનું ડાબી કિડનીમાં પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા ૭૯ વર્ષના દર્દીનું ડાબી કિડનીમાં પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું હતુ.

મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકાનાં મીઠીબેન રૂપાભાઇ સરવૈયા (ઉમર ૭૯ વર્ષ), જેમને ગંભીર ચેપ (ઇન્ફેકશન) લગતા સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ. કેયૂર પટેલ સાહેબ યુરો સર્જનને બાતવા માટે આવેલ તો રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓ ને ડાબી કિડનીમાં ૫ સેન્ટિમીટર ની પથરી છે. ત્યાર બાદ આગળ વધુ રિપોર્ટ કરાવતા DTPA સ્કૅન દ્વારા કનફોર્મ કરાયું કે તેમની જમણી કિડની પણ ખરાબ થય ગઈ છે અને કામ કરતી બંધ થઈ ગઈ છે. અને દર્દીને પેહલાથિ જ બીપી ની તકલીફ હતી. સૌ પ્રથમ દર્દીને ICU માં દાખલ કરીને જે ખુબજ વધારે ચેપ લાગી ગયેલ હતો તેને સ્ટેન્ટ મૂકી ક્લિયર કરાયું ત્યાર બાદ ડાબી કિડનીમાં જે ૫ સેન્ટિમીટરની પથરી હતી તેનું દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા ઓપરેશન કરાયું જેને PCNL કેહવાય છે. નોરમલી ૫ સેન્ટિમીટર જેવી મોટી પથારીમાં કાપો મૂકીને ઓપરેશન કરવું પડતું હોય છે પરંતુ ડૉ. કેયૂર પટેલ સાહેબ દ્વારાં દૂરબીન વડે એક જ વારમાં પથરી કાઢી લેવાય અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયું.

ત્યાર પછી ૩ અઠવાડીયા બાદ ફરી વાર માજી ને દાખલ કરી ને દૂરબીન દ્વારા જમણી  કિડની કાઢી  નાખવા નું  ઓપરેશન  કરાયું  જેને લેપ્રોસ્કોપિક નેફ્રેક્ટોમિ કેહવાય છે. જમણી બાજુની કિડની કામ કરતી બંધ થઇ ગઈ હતી તેનું કારણએ હતું કે છેલ્લાં બે વર્ષથી ૨.૫ સેન્ટિમીટરની પથરી કિડનીની નળીમાં ફસાયેલ હતી અને દર્દીએ સમયસર સારવાર  ન લેતાં કિડનીમાં ગંભીર ચેપ લાગી ગયો હતો (pyonephrosis). અત્યારે બેન્ને ઓપરેશન બાદ દર્દી એકદમ સ્વથ છે અને હોસ્પિટલમાથી રજા કરાઈ.






Latest News