મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી મોહન-અકરમ નામના બે શખ્સ પાસા હેઠળ જેલહવાલે


SHARE







મોરબીમાંથી મોહન-અકરમ નામના બે શખ્સ પાસા હેઠળ જેલહવાલે

મોરબી શહેર અને જીલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા શખ્સોની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવે છે અને તે મંજૂર થાય એટ્લે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે તેવી જ રીતે  મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ આરોપી વિરૂદ્ધ સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા પાસા દરખાસ્તર મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલસીએ આરોપી મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયા (29) રહે. ત્રાજપર ચોકડી પાસે અંબીકા સોસાયટી મોરબી વાળાને પકડીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે જયારે દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ અકરમ મહેબુબશા શાહમદાર (22) રહે. મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે મોરબી વાળાની પણ પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તેને પકડીને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News