મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી નજીક એક્ટિવાને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના નાનીવાવડી નજીક એક્ટિવાને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબીના નાનીવાવડી ગામ પાસે એક્ટિવા લઈને જઈ રહેલા વૃદ્ધના એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઈજા થયેલ હતી જેથી તેને પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે તેનું સારવાર દરમ્યાન મોત નીપજતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા કરસનભાઈ પ્રાગજીભાઈ સોલંકી (86) ગત તા. 22/12 ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને કરસનભાઈ સોલંકીને ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે થમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કરસનભાઈ સોલંકીનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

સગીરા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતા આરતીબેન મુકેશભાઈ કોળી (17) નામની સગીરા બાઈકમાં ગીડગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના રવાપર ઘુનડા ઉપર રહેતા પ્રજ્ઞેશ રમેશભાઈ પટેલ (32) નામના યુવાનને મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ભરતભાઈ વાજા (20) નામનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાઝી જતાં બાળકી સારવારમાં

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ બાથકો સેનેટરી વેરમાં રહેતા પરિવારની સંધ્યાકુમારી સુરેશભાઈ મહાતુ (12) નામની બાળકીનો પગ લપસતા ગરમ પાણીની ડોલ માથે પડી હતી. જેથી કરીને બાળકી દાજી જતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News