માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સ્ટેશન વાળી શેરીમાં એકી-બેકી તારીખ મુજબ પાર્કિંગ વ્યવસ્થાનો અમલ શરૂ


SHARE









મોરબીમાં ફાયર સ્ટેશન વાળી શેરીમાં એકી-બેકી તારીખ મુજબ પાર્કિંગ વ્યવસ્થાનો અમલ શરૂ

મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર સુધારાવાળી શેરી આવેલ છે તેમાં વર્ષોથી મોરબી પાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સ્ટેશન આવેલ છે અને ત્યાં બે બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતાઓની દુકાનો આવેલી છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહે છે અને આગા અકસ્માત સમયે ફાયરના વાહનો નીકળી શકતા નથી જેથી ત્યાં હવે એકી બેકી તારીખ મુજબ પાર્કિંગ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સુધારાવાળી શેરીમાં ફાયર સ્ટેશન છે ત્યાં નાના મોટા વાહનોનું રોડની બંને બાજુમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે છે જેથી કરીને આગ, અકસ્માત અને રેસ્ક્યુ કોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને આવવા જવામાં અવરોધ થાય છે અને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થાય છે જેથી કરીને સુધારાશેરીમાં વન સાઈટ પાર્કિંગની સુવિધા કરવા માટે કલેક્ટર કે.બી.ઝવેરીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં જણાવ્યુ છે કે, નાના મોટા વાહનોનું પાર્કિંગ કરવા માટે દર મહિનાની એકી તારીખ દરમ્યાન રોડની ડાબી બાજુએ તથા બેકી તારીખે રોડની જમણી બાજુએ વાહન પાર્ક કરવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 20/2 સુધી અમલમાં રહેશે.




Latest News