સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની છેડતી કરનારા કલાસીસના સંચાલકની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ


SHARE











મોરબીમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની છેડતી કરનારા કલાસીસના સંચાલકની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવતા હોવાની ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સોમવારે મોડી સાંજે બી ડિવિઝન પીઆઇ સહિતની ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરેલ છે અને તેને સાથે રાખીને સોમવારે સાંજે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે સ્થળ ઉપર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયેલ હતા અત્રે ઉલેખનીય છે કે, આ કલાસિસમાં આવતી ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી હતી જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News