મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે ઘરમાંથી 188 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ


SHARE











મોરબીમાં જુદાજુદા બે ઘરમાંથી 188 બોટલ દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, એકની શોધખોળ

મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં રહેણાક મકાનમાં સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 188 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરેલ હતો અને એક આરોપીને પાડવામાં આવેલ છે જો કે, એક આરોપી રેડ સમયે હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ ઉપરાંત તાલુકા પોલીસની ટીમે ટિંબડી ગામની સીમમાં બે દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરીને મુદામાલ સાથે આરોપીઓને પકડ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રણછોડનગર પાસે આવેલ જલારામ પાર્ક પાછળના ભાગે રહેતા મહેબૂબ સુમરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 156 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,05,252 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેબુબ ઉર્ફ મેલો સુલેમાનભાઈ સુમરા (31) રહે. વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ ભવનભાઈના મકાનમાં ભાડેથી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં શીવાભાઈ બબાભાઈ કોળી રહે. થરાદ જીલ્લો બનાસકાંઠા વાળાનું નામ સામે આવતા પોલીસે આ બંને શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને શિવાભાઈ કોળીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે

 

આવી રીતે મોરબીના વીસીપરામાં વિજયનગર રોડ વસીલા દુકાનની બાજુમાં આવેલ શેરીમાં રહેતા મકબુલ ભટ્ટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 32 બોટલ મળી આવતા પોલીસે 17,952 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મકબુલ રસુલભાઈ ભટ્ટી રહે વીસીપરા વિજયનગર રોડ બાગે મકબુલ એપાર્ટમેન્ટ સામેની શેરી મોરબી વાળાની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના ટિંબડી ગામની સીમમાં ડેલ્ટા સ્ટોન ખાણ નજીક દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે એક સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 90 લિટર આથો અને 22 લીટર દેશી દારૂ તેમજ ગેસનો ચૂલો, ગેસનો બાટલો વિગેરે સહિત કુલ 8,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નીતિન છગનભાઈ સોમાણી (30) રહે. જૂની ટિંબડી ઢોરા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી જ્યારે બીજી રેડ કરવામાં આવી ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 210 લીટર આથો, ૩૦ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો તેમજ ગેસનો ચૂલો, ગેસનો બાટલો વગેરે મુદ્દામા મળીને પોલીસે 12,900 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વિનોદ પરસોતમભાઈ બારૈયા (33) રહે જૂની ટિંબડી ઢોરા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી છે અને તે બંનેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો






Latest News