મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે કૂવામાં પડી જવાથી ૭૫ વર્ષના વૃદ્ધાનું મોત


SHARE











ટંકારાના છતર ગામે કૂવામાં પડી જવાથી ૭૫ વર્ષના વૃદ્ધાનું મોત

ટંકારા તાલુકાના છતર ગામે આવેલ કૂવામાં કોઈ કારણોસર વૃદ્ધા પડી ગયા હતા જેથી કૂવામાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું અને બાદમાં તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા લીલાબેન કાનજીભાઈ સારેસા (૭૫) કોઈ કારણોસર ગામે આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી કરીને કૂવામાં ડૂબી જવાથી લીલાબેન સારેસાનુ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

દારૂની બોટલ

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા ચોકડી પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૃ સાથે બળદેવભાઈ ઝીણાભાઈ કોળી (ઉંમર ૨૭) રહે. સરતાનપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે

જુગાર

મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોકમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે અતુલભાઇ અમરશીભાઈ ઠોરીયા જાતે પટેલ (ઉંમર ૫૨) રહે, બગથળા વાળો વરલી જુગાર આંકડા લેતો હોય તેની પાસેથી પોલીસે ૧૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News