મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન


SHARE











મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન

મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કાલે મોરબી પાલિકા કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્ર્મ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે લોકોની એસએમે સત્ય આવે તે માટે છેલ્લા પાંચેક મહિનાથી પાલિકામાં માહિતી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવી રહી નથી જેથી કરીને કાલે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે 10:30 કલાકે પાલિકાસુધીની પદયાત્રા યોજાશે અને ત્યાર બાદ પાલીકા કચેરી ખાતે "સદબુધ્ધિ" હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધર, આવાસયોજના અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની વિગતો માંગવામાં આવી રહી છે પરંતુ તે માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને પાલીકમાં યેનકેન પ્રકારે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર લોકોની સામે આવે તે માટે કોંગ્રેસ દ્વારા કાલે પદયાત્રા અને પાલિકાનાં સત્તાધીશોને સદબુધ્ધિ ભગવાન આપે તે માટે હવાનનું આયોજન કરવામાં આયુ છે.






Latest News