મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનમાંથી 1409 ગુણી યુરીયા ખાતરનો જથ્થો મળ્યો, સેમ્પલ લઇને 5.13 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સીઝ


SHARE







હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ આ અંગેની ખેતીવાડી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી ખેતીવાડીના અધિકારીની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપરથી 1409 ગુણી ખાતરનો જથ્થો મળી આવ્યો છે અને લાખો રૂપિયાની કિંમતનો ખાતરનો જથ્થો સીઝ કરીને ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છાના ખુણે ખાતરનો જથ્થો સગેવગે કરી નાખવામાં આવતો હોય છે જેથી કરીને ખેડૂતોને ખાતર ન મળે અને ઉદ્યોગોમાં કે અન્ય જગ્યાએ ખાતરનો જથ્થો વહેંચી દેવામાં આવતો હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં જો વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતાની પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમ વહેલી સવારે ત્યાં પહોંચી હતી ત્યારબાદ ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હોવાના કારણે આ અંગેની જાણ ખેતીવાડી વિભાગના અધિકારીને કરવામાં આવતા ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ ગોડાઉનમાં પડેલ ખાતરનો જથ્થો તથા ગોડાઉનમાં ટ્રકમાં ભરેલ ખાતરના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી અને મોડી સાંજ સુધી તે કામગીરી ચાલુ હતી 

દરમિયાન મોરબી જીલ્લાના નાયબ ખેતીવાડી અધિકારી કેતન પરસાણીયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એમઓપી ખાતરની 90 ગુણી અને નીમ કોટેડ યુરિયા ખાતરની કુલ મળીને 1319 ગોળીઓ મળી આવી હતી જેથી હાલમાં 5.13 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે અને ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા સ્થળ ઉપરથી ખાતરના સેમ્પલો લેવામાં આવેલ છે જે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે.






Latest News