મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE







ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં પ્રબુદ્ધજનોની ભૂમિકા વિષય ઉપર એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો.કૃષ્ણ ગોપાલજીએ ઉપસ્થિત રહી વિષયની પ્રસ્તાવના મુકી હતી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાંથી પસંદ કરેલા વિવિધ ઉધોગપતિઓ, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શાળા કોલેજના સંચાલકો તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો કૃષ્ણ ગોપાલજીએ ઉપભોગતાવાદના સમયમાં આર્થિક ઉપાર્જનની સાથે સમાજ ઉપયોગી કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો કઈ રીતે કરવા, અહં નહીં વયંનો ભાવ તથા કુટુંબ પ્રબોધન, ભારતીય સંસ્કાર પરંપરા સહિતના મુદાઓ ઉપર હ્રદયસ્પર્શી તેમજ રસપૂર્ણ શૈલીમાં સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News