ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં પાંચ બાઈકની ચોરી કરનાર આરોપી જેલ હવાલે


SHARE











મોરબી અને હળવદમાં પાંચ બાઈકની ચોરી કરનાર આરોપી જેલ હવાલે

મોરબી અને હળવદ પંથકમાં વાહન ચોરીના બનાવ બની રહ્યા હતા અને તેની ફરિયાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના નોંધાઈ હતી તેવામાં બાઈક ચોરીને અંજામ આપનાર આરોપીની પાંચ ચોરાઉ બાઇક સાથે પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં બી ડિવિઝન પાસે આવેલ હોસ્પિટલ નજીકથી ત્રણ બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી અને આ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા તપાસ ચાલી રહી હતી તેવામાં શોભેશ્વર રોડ નાકા પાસે વાહન ચેકિંગ કરતા હતા ત્યાંથી શંકાસ્પદ બાઈકમાં એક શખ્સ બાઇક લઈને નીકળ્યો હતો તેને રોકીને બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે કાગળ હતા નહીં અને સંતોષકારક જવાબ પણ આપેલ ણ હતો જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બાઈક માલિક મહેન્દ્રસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું હતુ અને બાઈક ચોરી થયાની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપી શક્તિ સુખાભાઈ વીંછીયા (20) રહે. કુડા તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તેને એક કે બે નહીં પાંચ પાંચ ચોરીના વાહન કાઢી આપ્યા હતા જેથી પોલીસે તે ચોરાઉ વાહનોને કબજે કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવાં આવેલ છે. આ કામગીરી બી ડીવીઝન પીઆઈ એન.એ. વસાવાની સૂચના મુજબ પીએસઆઈ બી.એ. ગઢવી તેમજ જગદીશભાઈ ડાંગર, ભરતભાઈ ખાંભરા, રાજેશભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા, પ્રદીપસિંહ ઝાલા, બ્રિજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, રમેશભાઈ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, સુખદેવભાઈ ગઢવી અને પ્રીયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીમા દરિયાલાલ હોટલની સામેના ભાગમાં આવેલ લેમજોન સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રંજનભાઇ મનસુખભાઈ પોલ (25) અને અવિનાશ સુરેશચંદ્ર (25) નામના બે યુવાનોને રફાળેશ્વર પાસે અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીકમાં રહેતા ઇન્દ્રપ્રસાદ આચાર્ય (25) નામના યુવાને મારામારી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News