મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં યુવાનું મોત: ગુનો નોંધાયો


SHARE







મોરબીના ગાળા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં યુવાનું મોત: ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામના પાટીયા પાસે ડમ્પર અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ડમ્પરની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો જેથી તેમાં દબાઈ જવાના લીધે ડમ્પરના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા વિજયભાઈ દયાળજીભાઈ શેખવા (26) નામના યુવાને ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીએક્સ 5051 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ ગાળા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરની કટ પાસેથી તેમના ભાઈ અરવિંદભાઈ દયાળજીભાઈ શેખવા (32) શિવ શક્તિ રોડવેઝનું ડમ્પર નંબર જીજે 36 વી 3011 લઈને મોરબીથી માળીયા તરફ જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ તેના હવાલા વાળા ટ્રક કન્ટેનરને રોડ વચ્ચેની કટમાંથી બહાર કાઢતા ડમ્પર અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરની કેબીનમાં દબાઈ જવાના કારણે બંને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી ફરિયાદીના ભાઈનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ટ્રક કન્ટેનરનો ચાલક પોતાના હવાલા વાળું વાહન ત્યાં મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વીલ્સન પેપર મીલ ખાતે લેબર ક્વાર્ટરમાં રહેતા તને મજૂરી કામ કરતા અભિષેક વિનોદભાઈ (25) નામના યુવાનને લીલાપર ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News