મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE









મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્લોકના કારખાનામાં બીજા માળ ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ઇજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં રામજી મંદિરની સામે વિરાણીની વાડીમાં રહેતા અનિલભાઈ રમેશભાઈ કંઝારીયા (26) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સવન ક્લોક નામના કારખાનામાં બીજા માળ ઉપર કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને હોસ્પિટલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ હિતેશભાઈ રમેશભાઈ કંઝારીયા (28) રહે. વિરાણીની વાડી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા સારવારમાં

મોરબીમાં આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ પરમારની 16 વર્ષની દીકરી કાજલ ઘરે હતી અને ઈલેક્ટ્રીક બોર્ડમાં પીન લગાવતી હતી દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગરમાં રહેતા વસ્તાભાઈ મુછડીયાનો ચાર વર્ષનો દીકરો દલપત ઘરેથી નજરબાગ રેલવે સ્ટેશન તરફ જતો હતો તે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News