ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી લોક ડાયરો યોજાયો


SHARE







મોરબીના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી લોક ડાયરો યોજાયો

મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા પરંપરાગત લોકકલાને જાળવી રાખવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવિધ લોકકલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. ત્યારે મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને દેવકૃપા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ મોરબીના સંયુક્ત ઉપક્રમે લોક ડાયરો યોજાયો હતો.

આ ડાયરાના સંપૂર્ણ આયોજક તરીકે કૃપાબેન નરેન્દ્રભાઈ વાઘેલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકસાહિત્યકાર સુધીરભાઈ બારોટ પાટણ, કનુભાઈ બારોટ (ભજનિક ઊંઝા), હરેશ નાયક પાટણ (ભજનિક/કી - બોર્ડ પ્લેયર), જયંતીભાઈ નાયક પાટણ (ભજનિક/તબલા વાદક), જયંતીભાઈ બારોટ અમદાવાદ (ભજનિક), વિધાન બારોટ (તબલા વાદક /મંજીરા વાદક ), મોહનભાઈ નાનજીભાઈ જાદવ (મંજીરા વાદક ), નાનજીભાઈ બારોટ મોરબી ડાયરામાં મહત્ત્વની સેવા આપી હતી.

આ ડાયરાના કાર્યક્રમમાં સરપંચ ધનીબેન રામજીભાઈ પરમાર, ઉપસરપંચ અમરબેન હિંમતભાઈ પરમાર, સ્થાનિક અગ્રણી સર્વ ગોવિંદભાઈ ગેલાભાઈ પરમાર (રીટાયડ પી એસ આઈ), દાનાભાઈ ગેલાભાઇ પરમાર, વશરામભાઇ ગેલાભાઇ પરમાર, મોહનભાઈ નાનજીભાઈ જાદવ, ભીમજીભાઈ દેવજીભાઈ પરમાર, રામજીભાઈ જીવાભાઈ પરમાર, ભવાનભાઈ દેવજીભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News