ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજ માટે ૧૦ નવેમ્બર સુધી કરી શકાશે અરજી


SHARE











મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજ માટે ૧૦ નવેમ્બર સુધી કરી શકાશે અરજી

તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે 'ખાસ કૃષિ રાહત પેકેજ– ૨૦૨૪' રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે નવા થયેલા સુધારા અનુસાર આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પૂર્વે અરજી કરવાની તારીખ ૩૧ ઓકટોબર નિયત કરવામાં આવી હતી.

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/ VLE મારફત અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ૭- ૧૨, ૮- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે ઓનલાઈન અરજી કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉસદડીયા, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News