મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમા રંગોળી કરી કૈદીઓએ નવા વર્ષને આવકાર્યુ


SHARE







મોરબીની સબ જેલમા રંગોળી કરી કૈદીઓએ નવા વર્ષને આવકાર્યુ

“૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલના ડો.શ્રી દુધરેજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ડો.શ્રી મોનીકાબેન જાની તેમજ સ્ટાફ નર્સ અલ્કાબેન જોશી તથા મોરબી સબ જેલના અધિક્ષકશ્રી એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “ ઓરલ કેન્સર તેમજ જનરલ ઓરલ હેલ્થ ચેક-અપ કેમ્પ”નું આયોજન કરી જેલમાં રહેલા બંદિવાનોની તપાસ કરીને તેમને જરુરી સુચનાઓ તેમજ વ્યસન મુક્તિ માટે સમજણ આપવામા આપી હતી.

તેમજ “૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી સબ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા “Happy Diwali, happy New Year” Welcome 2021 તેમજ ૭૫ આઝાદીકા અંમુત મહોત્સવ”  જેવા ચિત્રલેખાના દ્રશ્યો  દોરી  અધિક્ષકશ્રી એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને જુના વર્ષને વિદાય આપો અને આશા,સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો તેમજ બંદિવાનોમાં ભાઇચારાની ભાવના રહે તેવા વિચારો વ્યક્ત કરી બંદિવાનો તેઓના પરિવાર સાથે જેલ મુક્ત થઇ આવતા વર્ષ એક નવી જીદંગીનો આરંભ કરે તેવી શુભ કામનાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News