મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર ગાડીમાંથી 54 બોટલ દારૂ મળી આવતા 4.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના પંચાસર રોડ ઉપર ગાડીમાંથી 54 બોટલ દારૂ મળી આવતા 4.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, આરોપીની શોધખોળ

મોરબીના પંચસર રોડ ઉપર આવેલ ફારુકી મસ્જિદની સામેના ભાગમાં પડેલ ઇકોસ્પોર્ટ ગાડી ને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 54 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા ગાડી મળીને 4,30,672 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી હાજર ન હોય હાલમાં ગાડીના ચાલક સામે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવીજન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ફારૂકી મસ્જિદની સામેના ભાગમાં ઇકો સ્પોર્ટ ગાડી નંબર જીજે 12 સીજી 2521 ઉભી હતી જે ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની 54 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 30,672 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,30,672 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો જો કે પોલીસે રેડ કરી હતી ત્યારે ગાડીનો ચાલક ત્યાં હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બે પકડાયા

મોરબીના સનાળા ગામ થી ઘુનડા તરફ જવાના રસ્તા ઉપર આવેલો હોટલ પાસેથી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે એકટીવા નંબર જીજે 36 એઇ 2414 ને રોકીને પોલીસે તેના ઉપર જઈ રહ્યા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી 10 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ અને વાહન મળી 32 હજાર રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે દિલીપભાઈ દિનેશભાઈ સોલંકી (33) રહે સનાળા અને રઘુભા બનુભા ઝાલા (49) રહે.શનાળાની ધરપકડ કરી હતી.

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સુરેશભાઈ છગનભાઈ ગોધાણી રહે. ખખાણા તા.વાંકાનેર ઘરે હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News