મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કલેક્ટરના આદેશ મુજબ જીલ્લામાં GWIL અને GWSSB ની પાણીની પાઇપ લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન કાપવાનું શરૂ


SHARE









મોરબી જિલ્લામાં કલેક્ટરના આદેશ મુજબ જીલ્લામાં GWIL અને GWSSB ની પાણીની પાઇપ લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન કાપવાનું શરૂ

મોરબી જિલ્લામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુગ્રથિત રહે અને લોકોને પીવાનું પાણી નિયમિત અને યોગ્ય માત્રામાં મળી રહે તે માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા GWIL અને GWSSB ની પાણીની પાઇપલાઇન માંથી ગેરકાયદેસર જોડાણ શોધી આવા કનેક્શન કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

પાણી વિતરણનું માળખું સુદ્રઢ્ય કરવા છતાં જિલ્લાના કેટલાક વિસ્તાર તથા ગામડાઓમાં પાણીનું નિયમિત વિતરણ કરવામાં મુશ્કેલી આવતી હોય છે જેનું મુખ્ય કારણ ગેરકાયદેસર જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ તથા ગામડાઓના સરપંચશ્રીઓ દ્વારા GWIL અને GWSSB ની પાણીની પાઇપલાઇનમાંથી કેટલાક લોકો દ્વારા બિનઅધિકૃત કનેક્શન લઈ પાણી ચોરી કરતા હોવાની ફરીયાદો ધ્યાનમાં લઈ આવા બિન અધિકૃત કનેક્શન કાપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

આ ઝુંબેશના પગલે કલેક્ટરની સૂચના હેઠળ GWIL અને GWSSB ના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ ટીમ, મામલતદારઓ અને પોલીસ સહિતની ટીમ દ્વારા GWIL અને GWSSB ની પાઈપલાઈનનું ઇન્સ્પેક્શન કરી બિન અધિકૃત પાણીના કનેક્શન શોધી આ પ્રકારના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરએ જિલ્લાવાસીઓને તાકીદ કરતા જણાવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિએ બિનઅધિકૃત રીતે પાણીની પાઇપલાઇનમાંથી કનેક્શન લીધું હોય તો સ્વયં તાત્કાલિક કનેક્શન દુર કરે. આ રીતે ગેરકાયદેસર કનેક્શન લેવું ગુનો હોવાથી આ ઝુંબેશમાં જો કોઈ બિનઅધિકૃત કનેક્શન પકડાશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.




Latest News