ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે મોરબી ટુડે સાથે કરી ખાસ વાતચીત


SHARE







મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે મોરબી ટુડે સાથે કરી ખાસ વાતચીત

વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૨૦૧ માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલ અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મોરબી ટુડે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિમાંશુ ભટ્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ ઔપચારિક મુલાકાત દરમિયાન છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસના અનેક પ્રકલ્પો થકી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર અંગે વાતચીત કરતા મોરબી જિલ્લાને મળેલ અનેક અત્યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓઅનેક મેજર ઓવરબ્રિજ અને સુવિધાસભર હાઇવેસિરામિક ઉદ્યોગ માટે ગેસ પાઇપલાઇન તેમજ અનેક ટેક્સ નાબૂદી,  સિરામિક ઉદ્યોગ માટે આંતર માળખાકીય સવલતો ઉપલબ્ધ કરાવવીમેડિકલ કોલેજમધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ સહિત અનેક વિકાસકાર્યો અને યોજનાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.






Latest News