મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની હદમાંથી જુદાજુદા સમયે બે બાઇકની ચોરી કરનાર શખ્સની ચોરાઉ વાહનોની સાથે ધરપકડ


SHARE











મોરબી તાલુકાની હદમાંથી જુદાજુદા સમયે બે બાઇકની ચોરી કરનાર શખ્સની ચોરાઉ વાહનોની સાથે ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના બે ગુના નોંધાયેલ હતા જે બંને ગુના અનડીટેક્ટ હતા અને મોરબી જિલ્લા એસઓજીની ટીમે આ બંને ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરને પકડીને બાઈક ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે અને ચોરીમાં ગયેલ બંને બાઇકને પણ પોલીસે કબજે કરીને હાલમાં આરોપી તેમજ મુદામાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

મોરબી એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીની ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ ઉપર આવતા એક બાઇક ચાલકને રોકીને તેની પુછપરછ કરવામાં આવૈ હતી અને તેની પાસે રહેલા વાહનના કાગળો માંગવામાં આવ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો જેથી કરીને બાઈકના નં. જીજે ડીપી 3732 મારફતે ઇ ગુજકોપ મોબાઇલ પોકેટ કોપમાં સર્ચ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ટેલીફોનીક ખરાઇ કરી હતી ત્યારે આ શખ્સની પાસેથી મળી આવેલ બાઇક આશરે આઠેક મહિના પહેલા ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે આ શખ્સની વધુ પુછપરછ કરતા આજથી આશરે પોણા બે વર્ષ પહેલા ઘુંટુ ગામે એક બાઈકની ચોરી કરી હતી અને મોરબીના નગર દરવાજા ચોકમાં ટ્રાફીક પોલીસ ચેકીંગ કરી રહી હતી ત્યારે તે વાહન ડીટેઇન થઇ ગયું હતું જે બાબતે ટ્રાફીક શાખામાં ખરાઈ કરવામાં આવી હતી અને બાઇક નંબર જીજે 36 એન 3995 હાલમાં પણ ડીટેઇન થયેલ હાલતમાં પડેલ છે આમ જુદાજુદા બે બાઇકની ચોરી કરનાર આરોપી નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બાંભણીયા (21) રહે. હાલ ખાખરા ગામ તાલુકો પડધરી મૂળ એમપી વાળાને પકડી પાડીને બન્ને ચોરાઉ બાઈકને કબ્જે કરવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ તાલુકા પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આ આરોપી અગાઉ રાજકોટ તાલુકાનાં પડધરી તાલુકામાં પણ બાઇક ચોરીના બે ગુનામાં પકડાયેલ હતો.






Latest News