ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમ; કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમ; કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સમગ્ર રાજ્યમાં ગુજરાતની વિકાસ ગાથા અવિરત શરૂ રાખી જન કલ્યાણકારી પગલા અને સર્વાંગી વિકાસના અભિગમ સાથે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ સપ્તાહ સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ બેઠક યોજી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠકનું સંચાલન સંભાળી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની છણાવટ કરી હતી. ઉપરાંત વિવિધ વિભાગને કરવાની થતી કામગીરી અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. મોરબી જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા સુપોષણ અને આરોગ્ય સુશાસન યુવા અને મહિલા સશક્તિકરણ પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દાઓને મહત્વ આપી જિલ્લામાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન સેમિનાર, કુપોષિત બાળકો માટે તપાસ અને સારવાર કેમ્પ, સુશાસન સંબંધિત અધિકારી કર્મચારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ, પ્રાકૃતિક ખેતી સંબંધિત પરિસંવાદ ઉપરાંત વિકાસ પ્રદર્શન આઇકોનિક સ્થળોનું સુશોભન અને શણગાર વોલ પેઇન્ટિંગ સહિત અને સાંસ્કૃતિક કાર્યક્રમઓ સહિતના આયોજનો કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફીસરઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News