મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળકોએ 30 કૃતિઓ રજૂ કરી


SHARE





ટંકારા તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળકોએ 30 કૃતિઓ રજૂ કરી

દર વર્ષે જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગરની પ્રેરણાથી સી.આર.સી.કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે. જે અંતર્ગત વર્ષ 2024-25 માટે "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી" મુખ્ય વિષય આધારિત ટંકારા તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના 6 ક્લસ્ટરમાંથી પાંચેય વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ કૃતિના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 30 કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ તકે ઉદ્દઘાટન સમારોહમાં હરબટિયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, શૈક્ષીક સંઘના પ્રમુખ ડાયાલાલ બારૈયા, મંત્રી રસિકભાઈ ભાગીયા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસો. પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, મંત્રી વિજયભાઈ ભાડજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાપન સમારોહમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, ટંકારા તા.પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા બી.આર.સી.કો.ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી.કો.ઓર્ડિ. શૈલેષભાઈ, ભાવેશભાઈ, કૌશિકભાઈ,આનંદભાઈ,હેમંતભાઈ, જલ્પાબેન તેમજ શાળાના આચાર્ય મહેશભાઈ અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News