મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો


SHARE





માળીયા (મી)ના ખીરઈ સંપેથી પાણીની સપ્લાઈ ચાલુ: 30 ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો

માળિયા તાલુકાના એક બે નહીં પરંતુ 30 જેટલા ગામમાં પાણીની સપ્લાઈ માટેના ખીરઈ ગામે આવેલ સંપ ઉપયોગમાં લેવામાં આવે છે તે સંપમાં મચ્છુના પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને ત્યાંની મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી ગત મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ હતી જો કે, અધિકારીઓએ ટીમોને કામે લગાડીને આજેથી 30 ગામની પાણી સપ્લાઈ શરૂ કરી દીધેલ છે. જેથી લોકોનો પાણીનો પ્રશ્ન હાલમાં ઉકેલાઈ ગયેલ છે.

મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાંથી ગત મંગળવારે સવારે 2.70 લાખ ક્યુસેક કરતાં પણ વધારે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે માળીયા મિયાણા તાલુકામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને માળીયા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે થી લઈને 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખીરઈ ગામ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ પાણીના સંપમાં પણ અંદાજે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી પાણી સપ્લાય માટે ખીરઈના સંપમાં ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર સહિતની તમામ મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી

જેથી કરીને ગત મંગળવારથી ખાખરેચી આસપાસના 12ખીરાઈ પાસેના 8 અને મોટા દહીસરા ગામ પાસેના 10 ગામ આમ કુલ મળીને 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય બંધ થઈ ગઈ હતી અને નાછૂટકે લોકોને નદી નાલાના પાણીનો પીવાના પાણી તરીકે તથા ઘર વપરાશના પાણી તરીકે ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ હતી જેથી કરીને સાંસદ અને ધારાસભ્ય દ્વારા ગઇકાલે માળીયાની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટેની અધિકારીઓને સૂચના આપી હતી જેથી રાત દિવસ જોયા વગર કામ કરીને આ સંપને પુનઃ સહરું કરી દેવામાં આવેલ છે.

હાલમાં મોરબીમાં આવેલ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચોડવાડિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, માળીયા તાલુકામાં 30 ગામમાં ખીરઈ સંપથી પાણી સપ્લાઈ કરવામાં આવે છે જો કે, તે સંપ પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને ત્યાર મૂકવામાં આવેલ પેનલ અને ઇલેક્ટ્રીક મોટર સહિતની મશીનરીમાં નુકશાન થયું હતું જો કે, સંપને તાત્કાલિક ચાલુ કરવા માટે ટીમે રાત દિવસ જોયા વગર કામ કરીને આજથી આ સંપમાંથી જે ગામોને પાણીની સપ્લાઈ કરવા આવે છે તે તમામ ગામોને પાણી મળે તે રીતે સંપ ચાલુ કરી દીધેલ છે.




Latest News