મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર ઇકોના ચાલકે કર્યો છરી વડે હુમલો


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર ઇકોના ચાલકે કર્યો છરી વડે હુમલો

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે રીક્ષા ચાલક સાથે ઇકોના ચાલકે બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપતો હતો જેથી કરીને રિક્ષાચાલક યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સે તેની પાસે રહેલી છરી વડે યુવાન પર હુમલો કર્યો હતો અને યુવાનને સાથળ અને ઘૂંટણન ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતડિયા ગામે રહેતા વિજયભાઈ હિંદુભાઈ ઝાપડા જાતે ભરવાડ (ઉંમર ૨૨) ગઈકાલે બપોરના સમયે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૫૧ લઈને ઊભા હતા અને તેમાં પેસેન્જર બેસાડતા હતા ત્યારે ઇકો કારના ચાલક જેઠૂરભાઇ કાઠી દરબાર રહે. જાનીવડલા તાલુકો ચોટીલા વાળાએ તેની પાસે આવીને પેસેન્જર બેસાડે બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપી હતી જેથી કરીને વિજયભાઈએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા જેઠૂરભાઇ કાઠી પોતાની પાસે રહેલ છરી વડે વિજયભાઈ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને પગે સાથળ અને બંને ઘૂંટણના ભાગે ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિજયભાઈ ઝાપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વિજયભાઈ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેઠૂરભાઇ કાઠીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News