અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

ટંકારામાંથી દેશી બનાવટની એક પિસ્તોલ સાથે રાજકોટના શખ્સની ધરપકડ


SHARE





ટંકારામાંથી દેશી બનાવટની એક પિસ્તોલ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

ટંકારાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો. જેને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને મેગ્જીન મળી આવ્યા હતા જેથી કરીને  પોલીસે હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલની પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટની મેગેઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,500 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સબીરભાઈ રફિકભાઈ મીર (19) રહે. જંગલેશ્વર વિસ્તાર હુસેની ચોક પાસે કનૈયા ચોક શેરી નં-9 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી. અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ પાસેથી જાણવા મળેલ હથિયાર તેણે ક્યાંથી મેળવ્યું હતું તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, અને આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ. ભોચીયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News