ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત


SHARE





ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયા આવ્યો હતો જેથી કરીને ખૂંટીયા સાથે બાઇક અથડાયુ હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઇ રહેલા હજનાળી ગામના યુવાનનું મોત નીપજયું છે જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં રજડતા ઢોરનો ત્રાસ છે અને અવાર નવાર નાના મોટા અકસ્માતો રજડતા ઢોરના લીધે થતાં હોય છે તેવામાં મોરબીના હજનાળી ગામે રહેતો દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા (૩૫) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ખુટિયો આવ્યો હતો જેથી કરીને તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ગંભીર અકસ્માત થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News