ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાન ગુમ


SHARE











ટંકારાના હડમતીયા ગામે પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાન ગુમ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા યુવાનને પત્ની સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો હજુ સુધી કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનની પત્ની દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા આશાબેન નરેશભાઈ પરમાર (૪૦) એ હાલમાં તેઓના પતિ નરેશભાઈ મૂળજીભાઈ પરમાર (૪૨) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.વધુમાં આશાબેન પાસેથી પોલીસને જાણવા મળેલી વિગત મુજબ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેમાં નરેશભાઈ ગુસ્સે થઈને પોતાના ઘરેથી કોઈને કશું કર્યા વિના નીકળી ગયેલ છે અને ગત તારીખ ૨૪/૬ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી તેઓનો કોઈ જગ્યાએ પતો લાગેલ નથી અને સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં ત્યાંથી તે મળી આવેલ ન હોય હાલમાં ગુમ થયેલા યુવાનના પત્નીએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠ નજીકથી પસાર થયેલા બે શખ્સને પોલીસે રોકીને ચેક કરેલ હતા ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સાહિલભાઈ સલીમભાઈ મોવર (૧૯) રહે મચ્છીપીઠ મોરબી તથા અલીમહમદભાઇ રહીમભાઈ કટિયા (૨૨) રહે.મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના ગાંધી ચોક પાસે આવેલ રાજસ્થાની પાંઉભાજીની પાછળના ભાગમાંથી પસાર થયેલ એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી.જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કિશોરભાઈ મૂળજીભાઈ સારેસા (૫૪) રહે.વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેરના નવી રાતી દેવડી ગામે પાણીના ટાંકાની સામેના ભાગમાં ખુલ્લા પ્લોટમાં દારૂની ભઠ્ઠી ચાલવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦ લીટર આથો તથા પાંચ લિટર દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે ૭૦૦ ની કિંમતનો મુદ્દામાને કબજે કરી મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ૩૨ રહે નવી રાતીદવડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News